કાલોલ શહેર અને તાલુકામાંથી કુલ ત્રણ બાઈકો ચોરાતા પોલીસ ફરિયાદ.

કલોલ, (પંચમહાલ), તા.16/07/2020
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના કંડાચ ગામમાંથી ભાથીજી મંદિર પાસે રહેતા એક વકીલ હીરલ ગોહિલની બજાજ પલસર મોટર સાયકલ ચોરાઈ જતા તેઓએ કાલોલ પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ નોંધાવી છે તે જ પ્રમાણે વિરેન્દ્રસિંહ પઢીયારની પણ બજાજ પલસર મોટર સાયકલ ચોરાઈ જવા પામી છે. આ ઉપરાંત મહર્ષિ સ્કૂલ પાસે રહેતા કિરણ સોલંકીની પણ બજાજ પલસર મોટર સાયકલ ચોરાતા કાલોલ પોલીસ મથકે કુલ ત્રણ મોટર સાયકલો ડુપ્લીકેટ ચાવીથી અથવા તો કોઈ સાધન વડે તાળું ખોલી ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે જેની તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એચ. કારેણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here