કાલોલ નગરપાલિકા વોર્ડ નં. 4 માં ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને રજુઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી સોસાયટીમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પીવાની સમસ્યા સર્જાઈ હતી અને પરિણામે સોસાયટીના રહીશોને દસ દિવસ ઉપરાંતથી પાણી વગર વલખાં મારવાં પડે છે જેને લઇ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલને આજરોજ રજૂઆત કરવામાં આવી છે અને પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ પીવાના પાણીની સમસ્યાઓ દૂર થતી નથી જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ તાકીદે દૂર થાય તેવી આ વિસ્તારના નાગરિકો ની માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here