નર્મદા જિલ્લાના ઝરવાણી ગામે સગીર યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ યુવક ને અદાલતે 20 વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભાથીજીના મંદિરે દર્શન કરવા ગયેલ યુવતીને બળજબરીપૂર્વક અંધારામાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સુખ માણી જાન થી મારી નાખવાની ધમકી આરોપી એ આપી હતી

આરોપી સામે પોલીસે પોકસો સહિત બળાત્કારની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી

નર્મદા જિલ્લાના ઝરવાણી ગામ ખાતે સગીર વયની યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સુખ માણી બળાત્કાર ગુજારનાર નરાધમ ને આજરોજ રાજપીપળા ની એડિશનલ સેશન્સ જજ એન.એસ. સિદ્દીકી ની અદાલતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 20 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામ ખાતે રહેતો આરોપી પરિમલ ઉર્ફે પલ્લો સુરેશભાઈ તડવી ઉ.વર્ષ.18 નાઓ એ જ ગામ ખાતે રહેતી સગીર વયની યુવતી ને પોતાની સાથે બોલવા માટે પાછળ પડ્યો હતો, યુવતી તેના ઘર સામેથી પસાર થતી તો તેણીનો હાથ ખેંચી તેની સાથે તેણે આબરૂ લેવાની કોશિશ કરતો પરંતુ આ યુવતી ત્યાંથી છટકી જતી, પરંતુ તારીખ 13/ 11/ 2021 ના રાત્રીના 9:00 કલાકે ગામમાં આવેલ ભાથીજીના મંદિરે દર્શન કરવા માટે ગયેલ ત્યારે આરોપી યુવકે યુવતી નો હાથ પકડી તેણીને પટાવી ફોસલાવી અને લલચાવી એક બાજુ અંધારામાં લઈ જઈ અને ત્યાંથી વસંતભાઈ મંગાભાઈ વસાવા ના ખેતરમાં લઈ જઇ યુવતી ની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણી તેણી ઉપર બળાત્કાર ગુજારીયો હતો અને યુ સગીર વહીને યુવતી ને ધમકી આપી હતી કે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ.

આ સમગ્ર પ્રકરણની જાણ યુવતીએ પોતાના પરિવાર જનોને કરતા ગરૂડેશ્વર પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે ઇપીકો કલમ 363, 376 ,354 શહીત પોક્સો ની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, આ કેસ આજરોજ નર્મદા જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ ફરિયાદ પક્ષે સાહેદો, સાયન્ટિફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ તેમજ મૌખિક દલીલો પુરાવાઓ રજૂ કરી આરોપીને સખત સજા કરવામાં આવે ની માંગ કરી હતી.

નર્મદા જિલ્લા એડિશનલ ડિસ્ટ્રિક્ત એન્ડ સેશન્સ કોર્ટના જજ એન. એસ. સિદ્દીકી ની અદાલતે સરકારી વકીલની દલીલો ને ગ્રાહ્ય રાખી આરોપી યુવકને 20 વર્ષ ની સજા અને રૂપિયા 50 હજારનો દંડ પીડિતાને ચૂકવવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here