કાલોલ તાલુકાના ૪૨૫ જેટલા પરપ્રાંતીયોને શનિવારે પોતાના માદરે વતન મોકલવા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં પોતાના વતન તરફ પહોંચી ન શકનારા ઉત્તરપ્રદેશના લોકોનું રજિસ્ટ્રેશન કાલોલ મામલતદાર કચેરીમાં કરવામાં આવ્યું હતું જેમાં શનિવારના રોજ તેઓને બસ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન અને ગોધરાથી ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવશે આ તમામનું રજિસ્ટ્રેશન મુજબની નામાવલીની યાદી મામલતદાર કચેરીમાં ચોંટાડી હતી જેમાં કુલ ૪૨૫ પરપ્રાંતીયોના નામ સામેલ હતા તે તમામ પાસે રેલવે ટીકીટ ભાડાની રકમ મામલતદાર કચેરીમાં જ લેવામાં આવેલ . પરપ્રાંતીયો ટ્રેક્ટરોમાં,ટ્રકોમાં બેસીને પરિવાર સાથે માલસામાન સહિત પહોંચતા મામલતદાર કચેરીમાં ભારે ભીડભાડના દ્રશ્યો સર્જાયા હતા. સોસીયલ ડિસ્ટન્સ જળવાતું નહોતું કાલોલની આરોગ્ય ટીમ દ્વારા તમામ પરપ્રાંતીયોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને શરદી,ખાંસી અંગેના પ્રશ્નો પૂછવામાં આવતા હતા વહીવટી તંત્ર દ્વારા તેઓને ગોધરા સુધી મોકલવા માટે એસ.ટી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તે મુજબની બસો કાલોલ બસ સ્ટેન્ડમાં આવી પહોંચી હતી. મોટાભાગના પરપ્રાંતીયો ઈટોના ભઠ્ઠામાં અને જી.આઈ. ડી.સી મા કામ કરનારા હોવાનું જાણવા મળ્યું છે.વતનમાં જવાની ખુશી તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here