કાલોલ તાલુકાના સગનપુરાના કરુણેશ વિદ્યામંદિર ખાતે G20 સમિટ વિષે થયેલ વિવિધ કાર્યક્રમ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શનિવારના રોજ અમારી કરુણેશ વિદ્યામંદિર , સગનપુરા શાળામાં G20 સમિટ વિશે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા G20 વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળામાં નિબંધસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વસ્તી વધારો,પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી દરેક વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ નિબંધો લખ્યા હતા. આગામી સમયમાં આવનારી મુશ્કેલીઓ વિશે પોતાના વિચારો પણ લખ્યા હતા . G20 સમિટ ની સ્પર્ધાઓ ના ઉપક્રમે આજ રોજ રંગોળી સ્પર્ધાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધાના વિષયો હતા: પ્રદુષણ, આર્થિક વિકાસ , વૈશ્વિક સમસ્યાઓ , બેકારી , વગેરે. જેમાંથી વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા વિષય પસંદ કરી રંગોળી સ્વરૂપે પોતાની કલાનો પરિચય આપ્યો હતો..જુદા જુદા રંગો તેમજ ફૂલો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલ રંગોળી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી..સૌ બાળકો અને શિક્ષકોએ પણ રંગોળી નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકોએ G20 અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા.શાળાના શિક્ષકો દ્રારા પ્રાસંગિક વાતો રજૂ કરવામાં આવી હતી.શાળાના આચાર્ય અલ્પેશભાઇ સુથારે G20 ના મહત્વ , પ્રવૃત્તિ અને તેના વિશિષ્ટ હેતુઓ વિશે સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here