કાલોલ જગદંબા સોસાયટી વિસ્તારના એક મકાનમાં અચાનક આગ લાગતાં ઘરવખરી સામાન બળીને ખાખ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ નગરમાં આવેલ જગદંબા સોસાયટી વિસ્તારમાં આવેલ ‌સીદ્દિકભાઇ મુશાભાઇ શેખના બે માળના મકાનના પહેલાં માળે અચાનક વિકરાળ આગ લાગી હતી.અગમ્ય કારણો સર લાગેલ આગને કારણે પહેલાં રુમની બારી-બારણા સોફા સેટ પલંગ સહિત તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કાબૂમાં લેવા તત્કાલીન ઘટના સ્થળે કાલોલ ફાયર ફાઇટર પહોંચ્યું હતું. મકાનમાં આગ ભભુકી ઉઠતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળે કાલોલ ફાયર ફાઇટર ની ટીમે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here