કાલોલ કુમાર શાળામાં G-20 સમિટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાની કુમાર શાળામાં આજરોજ જી-૨૦ સમિટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬થી ૮ નાં તમામ બાળકોએ ભાગ લીધો હતો જેમાં જી-૨૦ની વિવિધ સ્પર્ધા અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ, નગરપાલિકાના વોર્ડના સભ્યો, એસ.એમ.સી ના સભ્યો સાથે વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જી-૨૦ અંગે થોડો પ્રકાશ પાથરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય વસુધૈવ કુટુમ્બકમની ભાવના વિકસાવવા “એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય”સફળ બને એ દિશામાં જી-૨૦ દેશોમાં ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બને એ દિશામાં એક વૈશ્વિક પ્રતિભા તરીકે ઊભરી આવે એવી દિશામાં માનનીય પ્રધાનમંત્રીના વૈચારિક અભિગમને કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકરે વક્તવ્ય સ્વરૂપે રજૂ કર્યો હતો. બાળકોએ ચિત્ર સ્પર્ધા એક પૃથ્વી,એક કુટુંબ અને એક ભવિષ્ય વિષય પર નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.નગરપાલિકા કર્મચારી સહયોગથી વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને અંતે આચાર્ય દ્વારા કાર્યક્રમના સમાપનમાં સર્વેનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here