રાજપીપળાના પૂર્વ નાયબ મામલતદારના પત્નિનુ વડોદરા ખાતે કોરોનાની મહામારીમા મોત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કાછીયાવાડ ખાતે રહેતા પૂર્વ નાયબ મામલતદાર પોતે પણ દવાખાનામાં સારવાર હેઠળ

આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા ખાતે જ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી

માત્ર પાંચ સગા સબંધીઓ નીજ અંતિમ સંસ્કાર વખતે હાજરી

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યામા સતત વધારો નોંધાઇ રહ્યો છે, આરોગ્ય વિભાગની સચેતતા, સર્વેની કામગીરી, ઉકાળાનુ વિતરણ, જેવી કામગીરીથી પોઝિટિવ કેસોની સંખ્યા અન્ય વિસ્તારો કરતા ઓછી છે. નર્મદા જિલ્લામા સારવાર મેળવી રહ્યા હોય એવાં એક પણ દર્દીનુ મોત આજદીન સુધી રાજપીપળા ખાતે થયુ નથી.
રાજપીપળાના કાછીયાવાડ ખાતે રહેતા પૂર્વ નાયબ મામલતદાર નગીનભાઈ કાછીયા (પટેલ) સહિત તેમના પત્નિ ઉષાબેનને ત્રણેક દિવસ પહેલા કોરોનાના લક્ષણો દેખતા તેઓ બનને પતિ પત્નિ વડોદરા ખાતેના ગોત્રીના એક ખાનગી દવાખાનામાં સારવાર મેળવવા દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં ત્રણેક દિવસની સારવાર બાદ ઉષાબેન ઉ.વ. આશરે 61 નાઓની તબિયત વધુ લથડતા તેઓનું સારવાર દરમ્યાન જ વડોદરા ખાતે મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાને ડાયાબિટીસની પણ બિમારીથી પિડીત હતાં.

પરિવારજનોને રાજપીપળા ખાતે મોતની જાણ કરવામાં આવી હતી. જેથી પાંચેક જણા વડોદરા ખાતે દોડી ગયાં હતાં. નીતિનિયમો અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા જ મૃતક નીઅંતિમ દાહ સંસ્કાર વિધિ વડોદરા ખાતે જ સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી. પૂર્વ નાયબ મામલતદાર નગીનભાઈ હજી પણ વડોદરા ખાતેના દવાખાનામાં સારવાર હેઠળ છે.

આમ રાજપીપળાના સ્થાનિક રહીશનુ વડોદરા ખાતે કોરોનાની મહામારીમા મોત નીપજેલ હોવાનો રાજપીપળા ખાતે પ્રથમજ બનાવ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here