કાલોલની બોરુ પ્રાથમિક શાળામાં વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી, માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજે સમગ્ર વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, માં-બાપ અને સંતાનો વચ્ચેની આત્મિયતા ઘટી રહી છે. ત્યારે બોરુ પ્રાથમિક શાળા દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
વિધાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવિ પેઢીના માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી શાળા ના પ્રાર્થનામાં માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને બે મીનીટનું મોન પાળી શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. વિધાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ ન કરે તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. તેમજ વિધાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું હતું.વિધાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી તેમજ પ્રદક્ષિણા ફરી અને આર્શિવાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here