કાલોલના બેઢીયા ગામે ત્રણ સંતાનો ધરાવતા ગ્રામ પંચાયતના સભ્યને ટીડીઓ એ ગેરલાયક ઠરાવ્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૨ ના ચૂંટાયેલા સભ્ય પારસબેન વિજયસિંહ ચૌહાણ ત્રણ સંતાનો ધરાવતા હોવાની અરજદાર ઉદેસિંહ સોમસીંહ ચૌહાણ રહેવાસી બેઢીયા તાલુકો કાલોલ દ્વારા ગત તા ૦૪/૦૧/૨૨ ના રોજની અરજી અન્વયે તાલુકા વિકાસ અધિકારી કાલોલ દ્વારા તેઓને બચાવવાની તક આપતા શોકોઝ નોટિસ કાઢેલ હતી વધુમાં વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૩ માં આ બાબતનો તપાસ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તા ૦૫/૦૪/૨૩ ના રોજ આ અંગેની રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી તમામ બાબતોમાં વિગતો અને તપાસ રિપોર્ટ સાધનિક પુરાવાઓ અને લેખિત અને મૌખિક રજૂઆતો ને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૨ (૧) ક ની જોગવાઈઓ મુજબ ચૂંટણી કરવાના સમયે કલમ ૩૦ (૧) માં જણાવ્યા મુજબની ગેર લાયકાતો પૈકીની કલમ ૩૦ (૧) મુજબ તેઓ ખાવાને પાત્ર હતા તે હકીકત સાબિત થયેલ હતી તા ૦૩/૦૮/૨૦૦૬ બાદ ગ્રામ પંચાયતના સભ્ય પારસબેન ચૌહાણને ત્રણ બાળકો દેવેન્દ્રસિંહ, મનુબેન અને ઉર્મિલાબેન નામના ત્રણ બાળકો જન્મેલ હતા અને ત્રણેય બાળકો ની વિગતો જણાવેલ નહોતી અને તે કારણે પંચાયતની કાયદાકીય જોગવાઈ અનુસાર ચૂંટણી સમયે ઉપરોક્ત ગેરલાયકાત ધરાવતા હોવાથી તેઓને કાલોલ તાલુકા વિકાસ અધિકારી એસ જે ચૌહાણ દ્વારા પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેવા અસમર્થ ગણાવી બેઢીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૨ ના સભ્ય તરીકે ખાલી ગણવા એટલે કે ગેરલાયક ઠરાવતા ચકચાર મચી જવા પામી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here