શહેરા તાલુકાના બોરિયા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા સ્થિત ઉન્નતિ વિદ્યાલય ખાતે વિધાર્થીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજાયો હતો.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા ચાલતી જનરલ આરોગ્ય ચકાસણી દરમિયાન કુલ ૫૧૫ બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી.

કમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરાના આંખના નિષ્ણાંત દ્વારા તપાસ હાથ ધરતા આ બાળકોમાંથી કુલ ૦૮ બાળકોને સંભવિત આંખોના નંબર રીફ્રેક્ટિવ એરર જણાઈ આવતા તેઓના ચશ્મા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ૦૧ બાળકને આંખોમાં મોતિયાની તકલીફ જણાતા તાજપુરા ખાતે આંખની હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું તથા ૦૨ બાળકોને આંખોની વધારે તકલીફ જણાતા,વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here