કાલોલનાં એરાલગામમાં ગોધરા SOG એ દરોડો પાડી બે બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યાં. દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો સહિતનો કુલ રૂ.૬૭,૬૬૪ મુદ્દામાલ કબજે કર્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના એરાલ ગામમાં કેટલાંય સમયથી શ્રેયા કિલનીકનાં નામે દર્દીઓને ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર બે બોગસ ડૉક્ટર સારવાર કરતાં હોવાની ગોધરા એસ.ઓ.જી. શાખાના અધિકારીઓ અને કાલોલ તાલુકા હેલ્થ ઓફિસરને મળતા તપાસ હાથ ધરી ઝડપી પાડયા હતાં.
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ જોલાછાંપ તબીબ કોઈ પણ જાતનાં ડર ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર કરી પ્રેક્ટીસ કરી રહ્યાં હતા. કોઇપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગર ગામડાંના દર્દીઓની સારવાર અર્થે દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યાં હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી.
ગોધરા એસ.ઓ.જી. શાખા અને કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મિનેષ કુમાર વી.દોશીને બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા એરાલ નિશાળ ફળિયામાં અને એરાલ મેન બજારમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી શખસ ડૉક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી લોકોને એલોપેથિક દવાઓ પણ આપી રહ્યો છે. પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર સરનદુ શુકલાલ હલદર અને ઉજ્જવલ કુમાર નિર્મલ ઇન્દુ હલદરને ઝડપી લીધા હતા.
પોલીસે બોગસ ડૉક્ટર પાસેથી જુદી-જુદી કંપનીઓની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન તથા મેડીકલના સાધનો મળી રૂપિયા ૬૭,૬૬૪ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here