પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની ઇલેકટોરલ રોલ ઓબઝર્વરશ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને ખાસ ઝુંબેશના ભાગ રૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવે તેવો અનુરોધ કરતા – ઇલેકટોરલ રોલ ઓબઝર્વરશ્રી રાજકુમાર બેનીવાલ

પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૦૧/૧૧/૨૦૨૧ થી તા ૩૦/૧૧/૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમા થયેલ કામગીરીની સમીક્ષા અંગે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબઝર્વરશ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સેવાસદન -૧ ના સભાખંડમાં ઓબઝર્વરશ્રીને પુષ્પગુચ્છ આપી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરતા ઇલેકટોરલ રોલ ઓબઝર્વરશ્રી રાજકુમાર બેનીવાલને ફોર્મ નંબર ૬ની અરજીઓ, ફોર્મ નંબર ૭ની અરજીઓ, ફોર્મ નંબર ૮ની અરજીઓ તેમજ ફોર્મ નંબર ૮કની અરજીઓ કેટલી મળી છે. તેની થયેલ કામગીરીની વિગતો વિડીયો પ્રેઝન્ટેશન દ્રારા જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી નેહાબેન ગુપ્તાએ રજુ કરી હતી તેને નિહાળી ઓબઝર્વરશ્રી રાજકુમાર બેનીવાલે ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન સાથે રચનાત્મક માર્ગદર્શન આપી જિલ્લામાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વધુમાં વધુ અસરકારક બનાવી ખાસ ઝુંબેશના ભાગ રૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ બુથ લેવલ ઓફિસરશ્રીઓ દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવે તેના થકી આ કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here