એસ આર પી પરેડ ગ્રાઉન્ડ પર ખાનગી વ્યક્તિ દ્વારા ઉંચી ફી લઈને કોચિંગ કરાવાઇ રહ્યા હોવાનું જાણવા મળતાં માન. ડીએસપી કચેરીએ તપાસ કરાવવાની રજૂઆત કરવામાં આવી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોને કેટલાક યુવાનોએ એવી જાણકારી આપી કે, આર્મીની ભરતી માટે ગોધરા શહેર અને આજુબાજુના ગામોમાંથી કેટલાય યુવાનો ગ્રાઉન્ડ ટેસ્ટ ની તૈયારી કરવા માટે એસ આર પી પરેડ ગ્રાઉન્ડ પર તૈયારી કરવા આવે છે ત્યારે કોઈક ખાનગી કોચ દ્વારા કોચિંગ આપવામાં આવે છે જેની ફી લગભગ ૧૪૦૦/ રુપિયા એક યુવાન પાસેથી ખાનગી રીતે લેવામાં આવી રહી છે. આ બાબતે ની જાણ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને થતાં આજ રોજ ગોધરા ડીએસપી કચેરીએ લેખીત રજુઆત કરીને આ બાબતે તપાસ કરવા જણાવવામાં આવ્યું છે. અને ખાનગી કોચિંગ માટે સરકારી મેદાનનો ઉપયોગ બંધ કરે અને મેદાનનો ઉપયોગ કરવો હોય તો સેવા તરીકે કોચિંગ આપે એવી રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here