એલસીબી પોલીસ દ્વારા કાલોલ તાલુકાના કાલંત્રા ગામેથી વિદેશી દારૂની ૩૩૬ બોટલો સહિત એક ઈસમની અટકાયત કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાંથી દારૂની બદીને ડામવા માટે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે પી.આઈ ડીએન ચુડાસમાને ખાનગી બાતમી મળેલ કે રીછીયા વાટા ગામે રહેતો રવિન્દ્ર ઉર્ફે લાલો વિનોદ સિંહ સોલંકી કાલંત્રા ગામે આવેલા તળાવની પાળ નજીક ઝાડી ઝાંખરી માં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખી ને સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે જે આધારે એલસીબી પોલીસે પોપટપુરા થઈ કાલંત્રા ગામે રેડ કરતા ગામમાં આવેલા તળાવની પાળ નજીક ઝાડી ઝાંખરામાં જઈ જોતા એક ઈસમ પોલીસને જોઈને નાસવા લાગેલો જેને દોડી ને પકડી પાડી તેનું નામ પુછતા રવિન્દ્ર ઉર્ફે લાલો વિનોદસીહ સોલંકી હોવાનું જણાવેલ પોલીસે ઝાડી ઝાંખરામાં થી સંતાડેલા ખાખિ પૂઠા ના સાત ખોખા માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની સાત પેટી જે કામ દરેકમાં ૪૮ નંગ મુજબ ૩૩૬ બોટલો કબજે કરેલ ૧૮૦ મી.લી પ્લાસ્ટિક ના બોટલ ઉપર રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ના માર્કા વાળા રૂ ૨૮,૫૬૦/મુદ્દામાલ ઝડપી આ દારૂ માટેની પાસ પરમીટ માંગતા કોઈ પાસ પરમીટ કે પુરાવા રજુ કરેલ નહોતા. પોલીસે આ જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના છે તે બાબતે પૂછપરછ કરતા તેના પિતા વિનોદસિંહ કેસરીસિંહ સોલંકી એ આ દારૂનો જથ્થો મંગાવીને સંતાડી રાખ્યો છે તેવી હકીકત જણાવતા પોલીસે બંને પિતા-પુત્ર સામે પ્રોહીબીશન સુધારા એક્ટની કલમ મુજબ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી પકડાયેલા ઈસમને સરકારી ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલવા માટે પોલીસ નિગરાનીમાં રાખવા ની સૂચનાઓ આપી ફરિયાદ નોંધાવી જેની તપાસ વેજલપુર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here