જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળા અને શ્રેયસ હોસ્પિટલ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચાચા નહેરુ બાળ મંદિર ના બાળકો ની શારિરીક તપાસ હાથ ધરાઇ

જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળા અને શ્રેયસ હોસ્પિટલ રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા ખાતેના લીટલ માસ્ટર પ્રિ સ્કૂલ ( ચાચા નહેરુ બાળમંદિર) ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓનો મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.

ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ભૂલકાઓમાં વિશેષ પ્રમાણમાં બીમારીઓ થતી હોય છે ત્યારે ભૂલકાઓ પોતાનો સ્વાસ્થ્ય જાળવે અને અભ્યાસ પ્રત્યે રુચિ દાખવે અને તેમનામાં કોઈ શારીરિક ખામી કે ક્ષતિ કે બીમારી હોય તો તે જાણી તેઓનું યોગ્ય સમયે યોગ્ય નિદાન હાથ ધરાય એવા શુભ આશયથી રાજપીપળા જાયન્ટસ ગ્રુપ અને શ્રેયસ હોસ્પિટલ રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે ચાચા નહેરો બાલમંદિરમાં અભ્યાસ કરતા ભૂલકાઓનો શારીરિક મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓએ પોતાની શારીરિક તપાસ હાથ ધરી હતી અને જે ભૂલકાઓમાં કોઈ લક્ષણો બીમારીના દેખાયા હતા તેઓને દવા આપવામાં આવી હતી. ચાચા નહેરુ બાલમંદિરમાં અભ્યાસ કરતા ભૂલકાઓનો મેડિકલ ચેક અપ હાથ ધરાતા વાલીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી અને બાળ મંદિર દ્વારા પોતાના બાળકો ની શારિરીક તપાસ હાથ ધરાઇ તેને સરાહનીય ગણાવ્યું હતું, શ્રેયસ હોસ્પિટલ ના ડોક્ટર શ્રેયસ શાહ દ્વારા બાળકોનું ચેક અપ હાથ ધરાયું હતું જે પ્રસંગે જાયન્ટસ ગ્રુપના તેજસ ગાંધી, મઢીવાલા, સહિત ના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here