આઝાદી કા અમૃત મહોત્સવ NSS વિભાગ અને નેહરૂ યુવા કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને લો કોલેજ ગોધરાનાં NSS વિભાગનાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનાં શપથ લીધા

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આજે ગોધરા ખાતે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરી સફાઈ અભિયાન ચલાવ્યું હતું. વિદ્યાર્થીઓએ લો કોલેજ ગોધરાનાં NSS PO ડો. સતીષ નાગર તેમજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનાં NSS PO ડો.રૂપેશ નાકર અને હંસાબેન ચૌહાણનાં માર્ગદર્શનમાં કોલેજ કેમ્પસમાં અલગ અલગ ટીમ બનાવી પ્લાસ્ટીક કચરો દૂર કર્યો હતો. આ પ્રોગ્રામમાં શ્રી વિઠ્ઠલ ચોરમલે, જીલ્લા યુવા અઘિકારી, નહેરુ યુવા કેન્દ્ર પંચમહાલ વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ પણ લેવડાવ્યા હતા. ડો. અપૂર્વ પાઠક સાહેબે ખાસ વિદ્યાર્થીઓને NSS અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. હંસાબેન ચૌહાણ દવારા મહેમાનોનું શાબદીક સ્વાગત તથા NSS ની વિદ્યાર્થીનીઓ દ્વારા કૂમ કુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાનને વેગ આપવા વિદ્યાર્થીઓને કેળાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. ડો.સુરેશ ચૌધરી સાહેબે સૌ વિદ્યાર્થીઓ અને મહેમાનોનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here