આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા ૧૬ મુ સમૂહ લગ્ન મહોત્સવ પોપટપુરા (છબનપુરા) ખાતે ખોડીયાર માતાજીના મંદિરે યોજાયો…

ગોધરા, (પંચમહાલ) ચારણ એસ વી (બોડેલી) :-

આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા ૧૬ મુ સમૂહ લગ્ન મહોત્સવ પોપટપુરા (છબનપુરા) તા ૧૬/૦૨/૨૦૨૩ ના રોજ ખોડીયાર માતાજીના મંદિરે રાખવામાં આવ્યો આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ પંચમહાલ ગોધરા પોપટપુરા છબનપુરા આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ચારણ ગઢવી સમાજની દિકરા દીકરીના ૩૨ જોડા ના લગ્ન કરાવવામાં આવ્યા આ સમૂહ લગ્નમાં પોપટપુરા ખોડીયાર માતાજીના મંદિરે રાખવામાં આવ્યા હતા ભાણોલ ગઢવાળા રાજસ્થાન થી આઈ શ્રી કંકુ કેસર માં પધાર્યા હતા ત્યારે આ સમૂહ લગ્નમાં પરણતા ૩૨ નવ દંપતિ જોડાઓને આઇ કંકુ કેસરે માં એ મંડપમાં જઈને આશીર્વાદ પણ આપ્યા હતા આ ૧૬ માં સમૂહ લગ્ન મહોત્સવ પ્રસંગે રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ કચ્છ કાઠીયાવાડ તેમજ મધ્ય ગુજરાત અને પંચમહાલના ચારણ ગઢવી સમાજ એકત્રિત થઈને આ ૧૬ માં સમૂહ લગ્ન મહોત્સવ ને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે ચારણ ગઢવી સમાજ પ્રમુખ શ્રી દાદુભાઇ વાલાભાઈ ગઢવી વડોદરાના તેમજ પ્રમુખ લાભુભાઈ લાખાભાઈ ગઢવી તેમજ ચારણ ગઢવી સમાજના આગેવાનો વડીલો આ સમૂહ લગ્નમાં દીકરી દીકરાને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજના દાતાઓ દ્વારા કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું તેમજ UAE આબુધાબી થી ચારણ ગઢવી સમાજના આગેવાન રાજાભાઈ રુડાચ તેમજ કચ્છથી પધારેલ મહેમાન અમારા વિજયભાઈ ગઢવી ને આઈ શ્રી સોનલ ગઢવી સમાજ પંચમહાલ ના પ્રમુખશ્રી દાદુભાઈ ગઢવી તેમજ શ્રી લાભુભાઈ ગઢવી એ સાલ ઓઢાવી ને સન્માન કર્યું હતું તેમજ સત્ય વિજય ગાબડીયા હનુમાન પાવાગઢ મંહત ગોપાલ બાપુ ને ચારણ ગઢવી સમાજ ના પ્રમુખ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતૂ ચારણ ગઢવી સમાજના આગેવાનો દ્વારા તેજસ્વી તારલાઓનું ટ્રોફી આપીને સન્માન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here