અરવલ્લી જિલ્લા પંચાયતમાં મળી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

અરવલ્લી ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળી.બેઠકમાં SBM-G ના વિવિધ કામો વિશે ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં સામુહિક શૌચાલય દરખાસ્તની મંજૂરીની કામગીરીની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સામુહિક શોક પીટ અને સામુહિક કામપોસ્ટ પીટની દરખાસ્ત અંગે સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ગ્રે વોટર મેનેજમેન્ટ, ટ્રીટમેન્ટ યુનિટ અંગે પણ ચર્ચા કરવામાં આવી.ગામડામાં શહેર જેવી વ્યવસ્થા થાય તેનું આયોજન થાય,પ્લાસ્ટિક કચરો જુદો પાડવાનો, અને કચરાના નિકાલ માટે મેનેજમેન્ટ જરૂરી છે.રોગચાળો ના ફેલાય તેના માટે આયોજન કરવું જરૂરી છે.સ્વચ્છતા માટે અન્ય મહત્વના આયોજન કેવા હોવા જોઈએ તેની ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત સ્વછતા મિશનને સહકાર મળે અને સ્વછતા સાથે સુખાકારી વધે તેવા આયોજન કરવા માટે સમિતિમાં ચર્ચા થઇ.

આજની બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમાર, ચેરમેનશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આરોગ્ય અધિકારીશ્રી, સહિતના અન્ય સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here