અમરેલીથી ભુરખીયા જવા હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએજ પદયાત્રી અને વાહનચાલકોનો ઉમટી પડ્યા

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

સમગ્ર અમરેલી જિલ્લામા હનુમાન જયંતિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી . હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમરેલી પંથકમાથી મોટી સંખ્યામા પદયાત્રીઓએ પદયાત્રાનો આરંભ કર્યો હતો . પરંપરાગત રીતે યોજાતી પદયાત્રા બે વર્ષ બાદ ફરી યોજાવા જઇ રહી છે ત્યારે આજે સાંજથી જ જુદાજુદા વિસ્તારમાથી પદયાત્રીઓ ભુરખીયા તરફ રવાના થયા હતાપોલીસે અમરેલીમા બાયપાસ ચોકડી પરથી જ લાઠી તરફ જતા ભારે વાહનોને પ્રવેશબંધી કરી બેરીકેટસ લગાવી દીધા હતા . અમરેલીથી ભુરખીયાની વચ્ચે ઠેકઠેકાણે વિવિધ સેવા કેન્દ્રો પણ કાર્યરત થયા હતા . સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓ માટે ચા ઠંડાપીણા , શરબત , ફ્રુટ જયુશ , આઇસ્ક્રીમ વિગેરે સેવા કેન્દ્રો ધમધમતા થયા હતા.
આજે હનુમાન જયંતિ નિમીતે જિલ્લાભરમા હનુમાન મંદિરોમા આસ્થાભેર કષ્ટભંજન દેવને ભજવામા આવશે . ઠેકઠેકાણે બટુકભોજન , સંતવાણી , હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ , કિર્તન ભજન જેવા કાર્યક્રમનુ આયોજન થયુ છે . અમરેલીમા રોકડીયા હનુમાન , બાલાજી હનુમાન તથા લાલાવાવ હનુમાન સહિતના હનુમાન મંદિરોમા ભાવિકોની ભીડ ઉમટશે . ખાંભા નજીક પંચમુખી હનુમાન મંદિર ખાતે રામકથા ચાલી રહી છે . અહી મોટી સંખ્યામા ભાવિકોની ઉપસ્થિતિમા હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here