અમદાવાદના રામોલ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો…

રામોલ, (અમદાવાદ) કમર અલી સૈયદ :-

ગતરોજ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સહિત ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે કહેર સમાન વરસાદ વરસ્યો હતો જેના કારણે રામોલ વિસ્તારના મોમીન ખાનના ફાર્મ હાઉસમા અને શેખ મોટર્સમાં ભરપૂર નુકસાન થયું હતું તેમજ અમુક ઓફિસોના પતરા પણ ઉડી ગયા હતા તથા આજુબાજુના વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા, તદઉપરાંત ભારે વરસાદ પડવાથી આજુબાજુની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here