દેવભૂમિ દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા દેવગઢ બારીયા મુકામે DLSS ના સિલેકસનની રાજ્ય કક્ષાની પરીક્ષા યોજવા માં આવેલ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 114 વિદ્યાર્થીઓનું સિલેકસન કરવામાં આવેલ જેમાંથી કુલ 14 વિદ્યાર્થીઓ ભાટિયા જેવા નાના ગામડામાંથી સિલેક્ટ થયેલ છે. જેનું કારણ ભાટિયા ગામમાં સરકારશ્રી દ્વારા નિમણુક પામેલ બે કોચ દરરોજ સાંજના 5 થી 7 વાગ્યા સુધી શ્રી એલ.એન.પી. શૈક્ષણીક સંકુલ & હોસ્ટેલ ભાટિયામાં ની:શુલ્ક DLSS ના સિલેકસનની પૂર્વ તૈયારી કરાવે છે. કોઈ પણ વિદ્યાર્થીને આ પ્રકારની તાલીમ ફ્રી માં લેવી હોય તો લોકસેવક પ્રિયાંકભાઈ નો કોન્ટેક્ટ કરવો, મો.નં:- 9428320011 , ખાસ નોંધવા જેવી બાબતએ છે કે DLSS માં સિલેક્ટ થનાર વિદ્યાર્થીઓને નવોદયની જેમ જ્યાં સુધી બાળક અભ્યાસ કરે ત્યાં સુધી ગુજરાત રાજ્યની વિદ્યાર્થીજે શાળા પસંદકરે તેવી પ્રાઇવેટ શાળાની પણ હોસ્ટેલ તથા સ્કૂલ ફી સરકાર તરફથી આપવામાં આવે છે.