રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નિદાન કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા પંચમહાલ અને સિવિલ હોસ્પિટલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે તારા ફાઉન્ડેશન ગાંધીનગરની ટીમ(પ્રોગ્રામ મેનેજર તેમજ ઓડિયોલોજીસ્ટ,સ્પીચ થેરાપીસ્ટ, બિહેવિયર થેરાપીસ્ટ ) દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ અને અર્બન વિસ્તારના જન્મજાત બહેરાશ અને દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બાળકોને પ્રાથમિક તપાસણી તથા OAE – BERA Test, PTA Test, સ્પીચ થેરાપી, બિહેવિયર થેરાપી અંતર્ગત કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

કેમ્પમાં પંચમહાલ જિલ્લાની RBSK ટીમ દ્વારા જિલ્લાના તમામ સાત તાલુકાઓમાંથી જન્મજાત બહેરાશ જેવી ખામીઓ ધરાવતા ૬૫ બાળકોને RBSKના વાહનમાં સંદર્ભ કાર્ડ સાથે રીફર કરવામાં આવ્યાં હતાં. આ તમામ બાળકોને અદ્યતન-ડિજિટલ સાધનો દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું .જેમાંથી કુલ ૦૮ બાળકોને Chochlear Implant ઓપેરેશન માટે ગાંધીનગર રીફર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here