ગતરોજ ભાટીયા ગામે શ્રી એલએનપી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામની રંગોળી બનાવવામાં આવી

દેવભૂમિદ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-

ગતરોજ તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ પાટીયા ગામે શ્રી એલએનપી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામ ની રંગોળી બનાવવામાં આવી. ત્યારબાદ ગામ ની શોભા યાત્રા નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું બાળકોએ રાષ્ટ્રધ્વજ તેમજ ભગવા ધ્વજ ફરકાવી રસ્તા ઉપર ધજા પતા કા બાંધી તેમજ દીવાલો ઉપર કમળના ફૂલ નું ચિત્રણ કરી સ્વાગત કરવામાં આવ્યું ભાટિયા ગામના બક્ષીપંચ મોરચાના કાર્યકરો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વકીલ ડી એલ પરમાર તેમજ તાલુકાના ભાજપના મહામંત્રી કેતનભાઇ મોટલા તેમજ રમેશભાઈ નાઘેરા ખીમાભાઈ ચાવડા તેમજ ભાજપના સિનિયર કાર્યકરો અને બહોળી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ હજારોની સંખ્યામાં ગ્રામજનો શોભા યાત્રામાં જોડાયા આ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત મુસ્લિમ જમાતના ઓસુભાઈ જુસબભાઈ ખીરા જીકર ભાઈ વગેરે સ્વાગત કર્યું તેમજ ભાટિયા સ્થાનિક પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ભાટિયા ગામ આખું રામમય બની અયોધ્યા બની ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here