દાહોદ સામાન્ય સભા : વૈકલ્પિક વ્યવસ્થા માટે નગર રચના યોજનામાં ફેરફારની દરખાસ્ત કરાશે

દાહોદ, (પંચમહાલ) સાગર કડકિયા :-

દાહોદ શહેરમાં પાલિકાના શોપિંગ સેન્ટરોની 264 દુકાનો તોડી પડાઇ છે
ફાઇનલ પ્લોટ 18 અને 86ના પાલિકાના શોપિંગ સેન્ટરમાં પુન: ભાડા કરાર કરાશે
દાહોદ નગર પાલિકાની ગુરુવારના રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં વિવિધ કામોના 12 ઠરાવ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્યા હતાં. આ ઠરાવોમાં સૌથી મહત્વના 10 અને 11 નંબરના ઠરાવ હતાં. જેમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ રોડ અપગ્રેડેશનના કામાં નગર પાલિકાના શોપિંગ સેન્ટરના ભાડુઆતોની દુકાનો કરવાની કાર્યવાહી થઇ હતી. તે દુકાનોને આગામી સમયમાં આયોજન કર્યા બાદ નવેસરથી સરકારી ધારાધોરણ મુજબ ભાડા કરારથી દુકાનો ફાળવવા બાબત સાથે ફાઇનલ પ્લોટ નંબર 18 અને ફાઇનલ પ્લોટ નંબર 86માં બનેલા પાલિકાના શોપિંગ સેન્ટરમાં પાલિકાના ભાડૂઆતોને રીએલોટમેન્ટ કરવાના કામના ઠરાવ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત 11 નંબરના ઠરાવમાં દાહોદ નગરની જરૂરિયાત અને પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ નગર રચના યોજના નંબર 1 ફેરફાર-3ની દરખાસ્ત કરવા અંગેનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. દબાણ હટાવ ઝુંબેશમાં દાહોદ પાલિકાના શોપિંગ સેન્ટરોમાં ગ્રાઉન્ડ ફ્લોરની 165, ફસ્ટ ફ્લોરની 85 અને સેકન્ડ ફ્લોરની 14 દુકાનો તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો ઠરાવ કર્યો છે. ત્યારે એક દિવસ પહેલાં જ સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર પ્રમુખ પ્રશાંત દેસાઇ સહિતની ટીમે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here