કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરપાલીકા ના વોર્ડ નં ૬ અને ૭ મા આવેલ નદીવાળો વિસ્તાર અને કાનાવગા ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાઈપ લાઈન ની કોઈ સમસ્યા ને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે આ વિસ્તારના રહીશો ને પીવાનુ પાણી ભરવા અન્ય વિસ્તાર મા જવુ પડે છે સ્થાનિકોએ નગરપાલીકા ને રજુઆત કરી હતી તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી વધુમા સ્થાનિકો જણાવે છે કે તેમની નજીકના વિસ્તારમા આવેલ ઘણા બધા ઘરોમાં ગેરકાયદેસર રીતે એક કરતા વધુ નળ કનેકશન મેળવેલા છે તેમજ મોટા ભાગના ઘરોમા નળ પણ બેસાડેલા નથી પરિણામે પાણી આવ્યે થી જતા સમય સુધી પાણીનો બગાડ થાય છે. જેથી ગેરકાયદેસર કનેકશનો કાપી નાખવા ની પણ માંગ કરી છે.