૧૦ જૂન થી તા.૧૫ મી ઓગસ્ટ-2020 સુધી તમામ નદી, તળાવો, જળાશયોમાં મચ્છીમારી કરવાં પર પ્રતિબંધ…

કેવડીયા કોલોની,(નર્મદા)
સતીશ કપ્તાન

નર્મદા જિલ્લાનાં મચ્છીમારી કરતાં ઇસમોને જણાવવાનું કે, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ માં જાહેર થયેલ સુચના અન્વયે તા.10/06/2020 થી તા.15/08/2020 સુધી જિલ્લામાં આવેલાં તમામ નદી, તળાવો, જળાશયો માં મચ્છી દ્વારા પ્રજનન કરી ઇંડા મુક્તી હોવાથી, કોઇએ મચ્છીમારી કરવી કે કરાવવા માટે બંધ સિઝન જાહેર કરેલ હોય તે માટે મચ્છીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જેની માછીમારી સાથે સંકળાયેલ દરેક ઇસમોએ નોંધ લેવી. જો કોઇ ઇસમ માછીમારી કરતાં, કરાવતાં પકડાશે તો ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ કાયદા ની જોગવાઇ અન્વયે સજા ને પાત્ર ઠરશે, તેમજ શિક્ષાત્મક/કાનુની પગલા પણ લેવામાં આવશે. આ પ્રતિબંધમાંથી પગડીયા માછીમારો ને બાકાત રાખવામાં આવે છે, જેની તમામ સંબધર્તાઓને નોંધ લેવા મત્સ્યોદ્યોગ અધિક્ષક રાજપીપળા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here