નસવાડી નગર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીમાં નુપૂર શર્મા ના સમર્થનમાં સોસીયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થતા પોલીસે સતર્કતા માટે તાત્કાલિક શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી નસવાડીમાં છેલ્લા બે દિવસથી સોસીયલ મીડિયા ઉપર નૂપુર શર્માના સમર્થન માં પોસ્ટ વાયરલ કરવામાં આવેછે અને નસવાડી ગામની શાંતિ અને એકતા તોડવા માટે અમુક લોકો પ્રયત્ન કરી રહ્યા છે જેની જાણ પોલીસને થતા પોલીસે ફ્લેગ માર્ચ પણ કર્યુ હતુ અને પોલીસ દ્વારા શાંતિ સમિતિ ની મિટિંગ પણ રાખવામાં આવી હતી નસવાડીમાં વર્ષોથી લોકો હળીમળી ને રહેછે શાંતિ સમિતિની મિટિંગમાં પોલીસે દરેક સમાજને સંયમ રાખવાની અપીલ કરી છે અને નસવાડીમાં 2002ના કોમી રમખાણો થયા હતા તે સમયે પણ નસવાડી ખાતે છમકલું પણ થયું નથી તો તે સમયે શાંતિ જાળવી હતી તો હમણાં તો કોઈ પ્રશ્નજ ઉભો નથી થતો પરંતુ આજના જમાનામાં મોબાઈલનો ક્રેઝ હોવાના કારણે લોકો ગમેતેવી પોસ્ટ મુકતા હોય છે અને એ પોસ્ટ મોટુ સ્વરૂપ પેદા નકરે તે માટે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ લોકોને ઠેસ પોહચે એવી પોસ્ટ મૂકે અથવા ગામમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરે તો તરતજ પોલીસ ને અને ગામના અગ્રગણીઓને જાણ કરવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here