ગત રોજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ગુજરાતની બેઠક મળી

બોડેલી,(છોટાઉદેપુર)
ઈમ્તિયાઝ મેમણ

ગતરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની મહેસાણા ખાતે અખિલ ભારતીય સંગઠન મંત્રી માનનીય મહેન્દ્ર કપૂરજી અને રાષ્ટ્રીય સચિવ માનનીય મોહનજી પુરોહિતની ઉપસ્થિતિમાં રાજ્યની બેઠક મળી હતી, જેમાં પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી રતુભાઈ ગોળ ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મહાસંઘના વિવિધ સંવગો રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રદેશના આચાર્ય સંઘના મંત્રી તરીકે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલના આચાર્ય જીગ્નેશ ભાઈ શાહ ની રાષ્ટ્રીય કારોબારીમાં પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક થતા આખા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક તથા આચાર્ય ગણોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

મહેસાણા ખાતે ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ની બેઠક અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી અને રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના વિવિધ સંવગોની રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલના આચાર્ય જીગ્નેશ ભાઈ શાહની પ્રદેશના આચાર્ય સંવર્ગના મંત્રી તરીકે રાષ્ટ્રીય કારોબારીમાં કરવામાં આવતા આખા છોટાઉદેપુર જીલ્લામાં ગૌરવની વાત છે. ગુજરાત શિક્ષક મહાસંઘ ના બોર્ડ સદસ્યો અરવિંદભાઈ પટેલ તથા કારોબારી સભ્યો દ્વારા જીગ્નેશ ભાઈ શાહને છોટાઉદેપુર જીલ્લામાં આચાર્ય સંધના અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય કારોબારીમાં મંત્રી તરીકે તેમની નિમણૂક થતા શેઠ.એચ.એચ. શિરોલાવાલા હાઇસ્કૂલ ના પ્રમુખ જીતુભાઈ શેઠ, કંચનભાઇ પટેલ, મંત્રી નિતીનભાઇ ચોકસી, શાળાના ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા, ભરતભાઈ વી. શાહ, દિનેશભાઈ શાહ સહિત મંડળના સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ નિમણૂક થી છોટાઉદેપુર જિલ્લામાં ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here