સાંસદ ગીતાબેન રાઠવાએ નાંદોદ તાલુકામા ખેતીના પાકને નુકશાન થતા નિરીક્ષણ કર્યું…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

હજરપરા, ભચરવાડા, ધાનપોર, શહેરાવની મુલાકાત લઇ ખેડુતોને સરકારી સહાયની સાંત્વના આપી

નર્મદા જિલ્લામા ભારે વરસાદ પડતા નદી ઓમા પુરની પરિસ્થિતિ ઉભી થતાં વિકટ પરિસ્થિતિના મંડાણ થયા છે ખેડૂતોના પાક બગડતા પાયમાલીની કગાર ઉપર આવેલ છે ત્યારે રાજકીય આગેવાનો અસરગ્રસ્તોની મુલાકાત લઇને સાંત્વના આપી રહ્યા છે.

નાંદોદ તાલુકાના ખેડૂતોને કરજણ નદી અને નર્મદા નદીમાં પુર તથા ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે આજ રોજ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ હજરપરા, ભચરવાડા, ધાનપોર, શહેરાવ ગામોને રૂબરૂ મુલાકાત કરી ખેડૂત મિત્રોની રજૂઆત સાંભળી હતી અને સરકાર યોગ્ય સમયે સહાય કરસેનુ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, મહિલા અગ્રણી શ્રીમતી ભારતી બેન તડવી, નાંદોદ તાલુકાના વિરોધ પક્ષના નેતા શ્રી દિવ્યેશ ભાઈ વસાવા, પૂર્વ નાંદોદ તાલુકાના સંગઠન મહામંત્રી શ્રી મફતભાઈ વસાવા અને નાંદોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વહિવટી વિભાગ તથા કાર્યકર્તાઓ ,ગામના આગેવાનો ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here