ઝઘડીયા તાલુકાના નવા ટોઠિદ્રા ગામે જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ

પોલીસે કુલ રૂ 31800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો

તસ્વીર

ઝઘડિયા(ભરૂચ)
કલીમ મલેક

ભરૂચ જીલ્લામાં દીવસે ને દીવસે વધતા જતા જુગારના કેસોનો અટકાવવા માટે ભરૂચ જીલ્લાના પોલીસ વડાઓ દ્વારા જીલ્લાના પોલીસ દળને જુગારીઓ સામે કડક પગલાં ભરવા સુચનો કર્યા છે જેની ઉપર અમલ કરતાં રાજપારડી પોલીસે લાલ આંખ કરી છે વખતો વખત રાજપારડી પોલીસ દ્વારા જુગારીઓને ઝડપી પાડવામાં આવે છે તથા રાજપારડી પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઈ. જે.બી. જાદવે જુગારીઓને ડામ આપવા ચાંપતી નજર કરી છે જેના પરીણામે નવા ટોઠિદ્રા ગામે સુરેશ ભાઈ કાભયભાઈ માછી ના ઘરની પાછળ 6 ઈસમો જુગાર રમતા હતા કોરોનાની મહામારીમાં પણ આ ઈસમો ટોળો વળી સોસીયલ ડીસ્ટનસી જાળવ્યા વગર કોવિડ-19 નો સંક્રમણ ફેલાઈ બીજા વ્યક્તિઓ પણ જોખમાય તેમ શૈલેષભાઈ શનુભાઈ માછી, જ્યંતી ભાઈ ડાહ્યાભાઈ માછી, સુરેશ ભાઈ કાભયભાઈ માછી, મેહુલ સીહ મનોજસીહ ગોહિલ, ઠાકોર ભાઈ ઈશ્વરભાઈ વસાવા,મનોજ કુમાર રમણ ભાઈ માછી જુગાર રમી રહ્યા હતા ત્યાં રાજપારડી પોલીસે બાતમીના આધારે છાપો મારી જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે દાવ ઉપરના રોકડ રૂપિયા 4360/- ઈસમો ની અંગ ઝડતીના રોકડ રૂ.11940/- મળી કુલ રોકડ રકમ 16300/- તથા મોબાઇલ નંગ 4 જેની કિંમત રૂ.15500/- મળી કુલ રૂ.31800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રાજપારડી પોલીસે જુગાર ધારા કલમ 12 તથા આઈ.પી.સી.કલમ 269 અને આપદા પ્રબંધન અધીનિયમ કલમ 51(બી) મુજબ આ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસને શોધી કાઢવામાં પી.એસ.આઈ. જે.બી. જાદવની લીડમાં ઓ.હે.કો.નીકુલ ભાઈ, આ.પો.કો.રાજેન્દ્ર ભાઈ,આ.પો.કો.હરેશભાઈ અને આ.પો.કો.દિપકભાઈનાઓ દ્વારા છાપો મારી જુગારીઓને ઝડપી પાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here