શહેરામાં વૃદ્ધોને મદદના બહાને બાઈક પર બેસાડી વૃદ્ધો પાસેથી રોકડ રકમની લૂંટ

ઈસમને સ્થાનિક લોકોએ પકડી પાડી સાલમ પાક ચખાડી શહેરા પોલીસને સોંપ્યો.

વૃદ્ધો અને નિર્બળને જ નિશાન બનાવી રોકડ રકમ લૂંટતા આ ઈસમ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા નગર સહિત તાલુકામાં એક અજાણ્યો ઈસમ મદદ કરવાના બહાને વૃદ્ધોને પોતાની બાઈક પર બેસાડી એકાંતવાળી જગ્યાએ લઈ જઈ મારમારી ધમકીઓ આપી વૃદ્ધો અને તેનો સામનો ન કરી શકે એવા નિર્બળ વ્યક્તિઓ પાસેથી રોકડ રકમ લૂંટી લેતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે આ ચર્ચા મંગળવાર ના રોજ સાર્થક થતાં આ અજાણ્યો ઈસમ મદદ ના બહાને વરિયાલ ગામના એક વૃદ્ધને નિશાન બનાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, શહેરા તાલુકાના વરિયાલ ગામના ૭૫ વર્ષીય અખમભાઈ જીભાભાઈ બારીઆ શહેરા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે સમયે એક કાળા કલરની પલ્સર બાઈક લઈને મોઢું બાંધેલ હાલતમાં એક અજાણ્યો ઈસમ આવ્યો અને અખમભાઈને તમારે ક્યાં જવાનું છે, ચાલો હું તમને તમારા ઘરે મુકી દઉં તેમ કહેતા અખમભાઈએ કહ્યું હતું કે હું તમને નથી ઓળખતો ત્યારે આ અજાણ્યા ઈસમે હું તમને સારી રીતે ઓળખું છું તેમ જણાવ્યું હતું, ત્યારબાદ આ અજાણ્યો ઈસમ પોતાની બાઈક પર અખમભાઈ બારીઆને બેસાડી વરીયાલ ગામે લઈ જવાને બદલે શહેરા થી બામરોલી તરફ જતા રોડ ઉપર લઈ જતા અખમભાઈએ અજાણ્યા ઈસમને કહેલ કે આ રસ્તો વરિયાલ જવાનો નથી તમે અહીં કેમ લઈ જાવ છો તેવું કહેતા અજાણ્યા ઈસમે મારે થોડું કામ છે તેમ કહી આંકેડીયા ગામ પાસે આવેલ પાનમ હાઈલેવલ કેનાલના નાળા પાસે પોતાની બાઈક ઉભી રાખી વરિયાલ ગામના ૭૫ વર્ષીય અખમભાઈ બારીઆને ગળુ દબાવી મારમારી તારા ખિસ્સામાં જેટલાં પૈસા હોય તે મને આપી દો તેવી ધમકીઓ આપી અખમભાઈના ખિસ્સામાંથી અજાણ્યા ઈસમે પૈસા કાઢી લીધા હતા તેવામાં અખમભાઈએ બૂમાબૂમ કરતા ત્યાંથી અવર જવર કરતા લોકોએ ત્યાં આવી પહોંચીને લોકોએ અજાણ્યા ઈસમને જાહેરમાં સાલમપાક ચખાડ્યો હતો અને પકડી પાડ્યો હતો. ત્યારબાદ મદદ કરવાના બહાને બાઈક પર બેસાડી રોકડ રકમની લૂંટ ચલાવતા ઈસમને શહેરા પોલીસને હવાલે કરતા પોલીસે આ ઈસમની અટકાયત કરી તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ નાનાભાઈ નટુભાઈ ચૌહાણ અને ગોધરા તાલુકાના સામલી ગામના બેટીયા નદી ફળિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું, સમગ્ર મામલે હાલ વરિયાલ ગામના અખમભાઈ બારીઆની ફરિયાદના આધારે શહેરા પોલીસે મદદ ના નામે લૂંટ ચલાવતા નાનાભાઈ નટુભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ આ ઈસમે અન્ય કેટલા લોકોને મદદ કરવાના બહાને લૂંટયા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here