વાંકાનેર શહેર પોલીસ તંત્ર દ્વારા વરસાદ વાવાઝોડાની આગાહી અંતર્ગત વેચાણ વાળા અને ઝૂંપટપટી વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરાયું!!!

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

પોલીસ એટલે પ્રજાનો મિત્ર અને રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવે છે ત્યારે સમયને પરિસ્થિતિને ધ્યાને રાખી 24 કલાક પ્રજાના રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસ તંત્ર પ્રજાના રક્ષક તરીકેની ભૂમિકા ભજવવામાં પણ પાછી પાંડી કરતા નથી એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હાલ વાવાઝોડા અને વરસાદની આગાહી અંતર્ગત મોટાભાગે જિલ્લા કક્ષાના અધિકારીઓ એલર્ટ થયા છે ત્યારે પોલીસ તંત્ર ફરજ ના ભાગે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી વિવિધ પોલીસ મથકોના પોલીસ કર્મચારીઓ પોતપોતાના વિસ્તારમાં એલર્ટ થયા છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ મથકમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા પોલીસ વાન ફરાવી લોકોને જાગૃત કર્યા હતા અને વરસાદ વાવાઝોડા થી સાવચેતી લોકોમાં રહે તેવા હેતુસર વિવિધ વિસ્તારોમાં પોલીસ વેન ફેરવવામાં આવી હતી ત્યારબાદ વાવાઝોડાની આગાહીને સાર્થક કરતો વરસાદ વાંકાનેરમાં પડતા પોલીસ ટીમ દ્વારા તત્કાલ નીચાણ વાળા અને ઝુપડપટ્ટી વિસ્તાર માં વસવાટ કરતા લોકોને પરિસ્થિતિને ધ્યાન રાખી વાંકાનેર ખાતે ગર્લ્સ હાઇસ્કુલ માં બનાવેલસેલ્ટર હોમ મા સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ સાથે હોમગાર્ડ મહિલા પોલીસ જી આર ડી સહિત પોલીસ કાફલો સીટી પોલીસ મથકના પીઆઇ પી.ડી. સોલંકી અને પી એસ આઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ કાફલો પરિસ્થિતિને ધ્યાન રાખી કડક પેટ્રોલિંગ સાથે લોક જાગૃતિ સાથે સાથે લોક સેવા કાર્ય ફરજના ભાગે કરતા હોય તે તસવીર માં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here