પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૧૮ કેસો નોંધાયા કુલ કેસનો આંક ૬૦૯ થયો

કુલ ૩૭૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી સ્વગૃહે પરત ફર્યા

ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૧૮ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૬૦૯એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૩ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૭ અને કાલોલમાંથી ૦૩ કેસ અને હાલોલમાંથી ૦૩ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૫૦૦ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘંબા ગ્રામ્યમાંથી ૦૪ અને ગોધરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૧૦૯ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૩ થવા પામી છે.

જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૯૬ છે, જેમની સારવાર ચાલી રહી છે. હળવા લક્ષણો ધરાવતા ૨૬ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.


જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૧,૬૪૧ સેમ્પલ પરિક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી ૬૦૯ સેમ્પલ પોઝિટીવ અને ૧૧,૦૧૨ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસો મળી આવવાના પરિણામે ૩૪૩ વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લાના ૩,૭૨૮ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here