નર્મદા LCB પોલીસે અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

આરોપી સામે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તેમના રહેણાંક,આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી જેલ ભેગા કરવાની પરિણામલક્ષી કામગીરીની સુચના આપવામાં આવી હોય જીલ્લા પોલીસ મુસતેદ બની છે.

નર્મદા LCB ના એ.એમ.પટેલના સુપરવિઝન હેઠળ તિલકવાડા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી જીગર જીતેન્દ્રભાઇ મિસ્ત્રી રહે.૭/૧૩૦,રત્નદિપ હાઉસીંગ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ,શુભરત્ન સોસા. પાસે, રાણીપ,અમદાવાદ શહેરનો મુળ રહેવાસી તેની સામે તિલકવાડા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જે આરોપી વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા તેને વડોદરાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તિલકવાડા પો.સ્ટે.ના હવાલે અપહરણના ગુનાના કામે સોંપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here