ગુજરાતના પોલીસ અધિકારીઓને પ્રમોશન અપાયા

કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGP થી પ્રમોશન આપી DGP રેન્ક અપાયો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓના પ્રોમોશન ડ્યૂ હતાં. જેમાં હવે પ્રથમ રાઉન્ડમાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રેન્ક અપાયો છે.

પ્રોમશન આપતું જાહેરનામું

આજરોજ હોમ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસીંગે ગુજરાત કેડરના ત્રણેય આઇ પી એસ અધિકારીઓને પ્રમોશન આપવાનું નોટિફિકેશન બહાર પાડયુ હતુ. રાજય મા હવે ટૂંક સમયમાં બદલી અને બઢતીનો નવો રાઉન્ડ આવશે. જેમાં મોટા ભાગના IPS અધિકારીઓ જેમના ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) ક્લિયર થઈ ગયા છે. તેમના પ્રમોશન આવશે. તેની સાથે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને અમદાવાદ પોલીસ કમિશનરનો તાજ કોના શીરે મુકાશે તે ટૂંક સમયમાં નક્કી થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here