નર્મદા : ઇન્ડિકા કાર બગડી આરોપી ફરાર થયો LCB પોલીસે વિદેશી દારૂ ઝડપી પડાયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ઝરવાણીના નાળા પાસેથી નર્મદા LCB પોલીસે ૧.૨૭ લાખનો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

વિદેશી દારૂનો જથ્થો લઇને આવતો રાજપીપળાનો બુટલેગર ફરાર-પોલીસે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યો

રાજપીપળા , નર્મદા
આશિક પઠાણ

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પો.ઇન્સ.એલ.સી. બી.ના સુપરવિઝનમાં સી.એમ.ગામીત પો.સ.ઇ.એલ.સી. બી. તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો મારફતે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની ડ્રાઇવમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે એક સીલ્વર કલરની ટાટા ઇન્ડીકા ગાડી નં જી.જે.૧૬ -બીજી-૪૦૬૧નો ચાલક ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે.રાજપીપળા ઇગ્લીશ દારૂ ભરી રાજપીપળા તરફ આવે છે.

જે આધારે ભાણદ્રા ખાતે પ્રોહીબીશનની વોચમાં નાકાબંધીમાં કરી હતી , તે દરમ્યાન વિદેશી દારૂના જથ્થા સાથે આવતા આરોપીની કાર ઝરવાણી ગામ તરફ જ આના માર્ગ તરફ નાળા પાસે બગડી ગઇ હતી.

આ બાબતની ફરીથી LCB પોલીસને બાતમી મળેલ કે સદર ગાડી ઝરવાણી ગામ જવાના વળાંક આવતા નાળા પાસે ઇન્ડીકા ગાડી બગડી ગયેલ છે અને ચાલક ત્યાં ઉભો છે. પોલીસ કાફલો તરતજ બાતમી વાળા સથળે પહોંચી ગયેલો જેથી બાતમી વાળી જગ્યાએ જતા ઇન્ડીકા ગાડી મળી આવેલ પરંતુ આરોપી ત્યાથી ફરાર થઈ ગયો હતો . આરોપી હાજર મળી આવેલ નહી. જેથીં પોલીસે ઈન્ડિકા ગાડીની તપાસ કરતા તેમાંથી કાચના કવાટરીયા નંગ -૨૮૮ કિ.રૂ.૨૮ ,૮૦૦/- તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૪૮૮ કિ.રૂ.૪૮ ,૮૦૦/- મળી આવ્યા હતા.પોલીસે વિદેશી દારૂ સહિત ઇન્ડીકા ગાડી -૧ કિ.રૂ. ૫૦,૦૦૦/મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૭, ૬૦૦/-ના મુદ્દામાલ કબજેકર્યો હતો.

ભાગી ગયેલ આરોપી ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે. રાજપીપલા તા.નાંદોદ વિરૂધ્ધ ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો દાખલ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને પોલીસે ફરાર આરોપી ને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here