મહારાષ્ટ્રના નંદુરબારથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા બેસણા ટેકરા પર સપ્લાય થતી વિદેશી દારૂની 18 પેટી ઝડપાઇ

ડેડિયાપડાના બેસણા ટેકરા પાસેથી એક બોલેરો પીક અપ ગાડીમાથી વિદેશી દારૂના 864 કવાટરીયા મળી આવ્યા રૂ.3.1 લાખનો મુદ્દામાલ જપ્ત

મહારાષ્ટ્રના 3 આરોપીઓને દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહારાષ્ટ્રના દારૂ સપ્લાય કરતા આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ગુજરાતમાં બોલેરો પીકઅપમાં સપ્લાય થતો વિદેશી દારૂ દેડિયાપાડાના બેસણા ટેકરા ખાતેથી દેડિયાપાડા પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

મહારાષ્ટ્રના 3 આરોપીઓને દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની તસ્વીર

પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી હાલ સમગ્ર રાજ્યામાં પ્રોહી.ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત નર્મદા પોલીસ અધિક્ષકનાઓ તરફથી લીસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર વોચ રાખી વધુને વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચના મળેલ હોય રાજપીપળા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર સાહેબના માગરદર્શન મુજબ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સારૂ સુચના મળેલ હોય જે આધારે એ પો.સ.ઇ.એ આર.ડામોર તથા પો.સ.ઇ.આઇ.આર.દેસાઇ તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી.રેઇડમાં નીકળેલા તે દરમ્યાન સાથેના હે.કો.ઇશ્વરભાઇને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, “મોઝદા ગામ તરફથી દેડીયાપાડા ગામ તરફ એક MH-05-R-5901 સફેદ કલરની બોલેરો પીક આવે છે જે પીકઅપની ઉપર એક સફેદ કલરની તાડ પતરી તથા ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડ પતરી બાંધેલ છે. જે બોલેરો પીકઅપમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ છે.” તેવી ચોક્કસ બાતમી મળતા બાતમી આધારે બેસણા ટેકરા પાસે નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાં મગની પરાળના પ્લાસ્ટીકના કોથળાની નીચે 18 પેટીમાં ક્વાટરીયા નગ-864 કિંમત.રૂ.86400/- મળી આવતા આરોપી (૧)ગોધવદભાઇ ચન્દ્રસીગભાઇ ગીરાસે રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨)સ્વપનીલભાઇ કદનેશભાઇ મોરે રહે.ડોડેઇચા ધુલિયા(3) રવિન્દ્ર ધનસીગ મોરે રહે ડોડેઇચા ધુલિયાને વિદેશી દારૂના જથ્થા મોબાઈલફોન બોલેરો ગાડી સહિત 3.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા બુટલેગર આલમમાં ફફડાટ ફેલાયો છે.

બોલેરો ગાડી સહિત 3.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની તસ્વીર

ઝડપાયેલા તમામ આરોપીઓ મહારાષ્ટ્રના હોય ગુજરાતમાં કોને દારૂના જથ્થો સપ્લાય થતો હતો ??

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેના પ્રકાશા રોડ ઉપર ગોતમ નામના ઇસમના ત્યાથી દારૂનો જથ્થો ભરવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here