રાજપીપળા નગરપાલિકાના 152 કર્મચારીઓ એક સાથે પોતાની માગણીઓ સંદર્ભે હડતાળ પર ઉતર્યા

કર્મચારીઓને ચાર-ચાર મહિનાઓથી પગાર જ ન ચુકવાતા કરમચારીઓએ આંદોલન કરવાની અગાઉથી જ ચેતવણી આપી હતી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

કર્મચારીઓએ નગરપાલિકા પાસે ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ દરશાવી પગારના નાણાં ચુકવવાની માંગણી કરી હતી તેની તસ્વીર

રાજપીપળા નગરપાલિકા કર્મચારી મંડળ તરફથી ચીફ ઓફિસર જયેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના ચાર-ચાર મહિનાઓથી પગાર જ નથી ચુકવાય જે દીન ત્રણમાં જ ચુકવવાનું આવેદનપત્ર આપીને જણાવ્યું હતું પરંતુ આજદીન સુધી ત્રણ દિવસની મુદ્દત પૂર્ણ થઈ છતા પગાર ન ચુકવાતા કર્મચારીઓએ આંદોલનને જલદ બનાવી આજરોજ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. રાજપીપળા નગર પાલિકાના કર્મચારીઓ આજે એક સાથે 152 કર્મચારીઓએ આંદોલનનો શસ્ત્ર ઉપાડી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. નગરપાલિકા પાસે ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ દરશાવી પગારના નાણાં ચુકવવાની માંગણી કરી હતી. નગરમાં એક તરફ કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે નગરપાલિકાના કર્મચારી આમ જ જો પોતાના આંદોલનને જલદ બનાવશે તો પરિસ્થિતિ ઓર વણસવાની શક્યતાઓને નકારી શકાય નહીં. જેથી આ મામલે તરત જ સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવવામાં આવે એ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here