પોલીસ ફાઈલને હઝરત નૂર હસન કાદરી બાબા (ર.અ.) 2021 સ્પેશિયલ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયું

બાલાસિનોર,(મહીસાગર) આરીફ દિવાન :-

હઝરત સૈયદના નૂર હસન કાદરી બાબા (ર.અ.) ના સજજાદા હઝરત સૈયદ ઈમ્તિયાઝ અહેમદ કાદરી બાબા (ર.અ.)ના ઉર્ષ મુબારકના પ્રસંગે સંદલ શરીફ,નિયાઝ,તેમજ વર્લ્ડવાઈડ ઝીક્રે મુસ્તફા (સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ) અને સમૂહ નિકાહ નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે પહેલીજ વાર હઝરત નૂર હસન કાદરી બાબા (ર.અ) 2021 સ્પેશિયલ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા કોરોના મહામારીમા તેમજ સમાજ અને લોકોની સેવા, ભલાઈની શ્રેષ્ઠ ઉમદા, કામગીરી કરવા બદલ પોલીસ ફાઈલ ન્યૂઝના તંત્રી શ્રી,બિલાલ લુહાર ને ઠાસરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ પરમાર અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી, તસ્લિમ આલમ બાવા સાહેબ,મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી,ઇકબાલભાઈ શેખના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા..પોલીસ ફાઈલ ન્યૂઝપેપરની ટીમ સમગ્ર ખાનદાને કાદરીયા અને સજજાદા નસીન વણાંકબોરી હઝરત રોહનબાપુ કાદરીનો દિલ થી આપનું આભાર વ્યક્ત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here