ધોરાજી ખાતે ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશ અમૃતિયા અને વી ડી પટેલ ની અધ્યક્ષતા માં યોજાયો કાર્યક્રમ

ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈ સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા ના પ્રમુખ અંજના બેન ભાસ્કર ડેપ્યુટી કલેકટર જી વી મિયાની
મામલતદાર કે ટી ઝોલપરા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય દિનેશ ભાઈ અમૃતિયા વીડી પટેલ લઘુમતી ભાજપ ના પ્રદેશ ના ઉપપ્રમુખ હમીદ ભાઈ ગોડીલ જિલ્લા ભાજપ ના આગેવાન હરસુખ ટોપિયા ધોરાજી શહેર ભાજપ ના પ્રમુખ વિનું માંથુકીયા મહામંત્રી વિજય બાબરીયા મનીષ ભાઈ સહિત ના ઉપસ્થિત રહ્યા અને ભાજપ સરકાર ની પાંચ વર્ષ ની સેવા ના લેખા જોખા રજૂ કરાયા.

સંવેદન સિલ સરકાર નો એક મુખ્ય ધ્યેય છે કે છેવાડા નો એક પણ સાચો લાભાર્થી કોઈ પણ સરકારી યોજના થી વંચિત રહી ના જાય એ માટે એકજ જગ્યા એક એકજ સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી અને લોકો ને અનેક લાભ મળે એ સરકાર નો મુખ્ય હેતુ છે.
સંવેદના દિવસ કાર્યક્રમ માં ભાજપના પ્રદેશ ના કારોબારી સભ્ય દિનેશ ભાઈ અમૃતિયા એ જણાવેલ કે કેન્દ્ર ની નરેન્દ્ર ભાઈ મોદી ની અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની ભાજપ સરકાર એ છેવાડા ના માનવી સુધી સરકાર ની દરેક યોજના પોહચી જાય એવો ભાજપ ની સરકાર નો અભિગમ છે વધુ માં દિનેશ ભાઈ એ જણાવેલ હતું કે ભાજપ સરકાર એ કોરોના ના કપરા સમય માં પણ લોકો ની સલામતી અને સવસ્થય માટે ચિંતા કરી અને વધુ માં દિનેશ ભાઈ અમૃતિયા એ લોકો ને વધુ માં વધુ વેક્સિન લેવા અપીલ કરી હતી આં ભાજપ ના ઉપસ્થિત તમામ હોદેદારો એ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું અને ભાજપ ના પ્રદેશ ના કારોબારી સભ્ય વી ડી પટેલ એ પણ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપેલ હતું.

સેવા સેતુ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં અરજદારો એ સરકાર ની અનેક યોજના નો લાભ લીધો હતો.
આ કાર્યક્રમ માં સરકાર ની ગાઈડ લાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માં આવ્યું હતું તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા સ્ટાફ એ આં કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here