જામનગર : જુલેખા મસ્જિદ બહાર તમામ નમાઝીઓને માસ્કનુ વિતરણ કરતા વોર્ડ નં 12 BJP પ્રમુખ રઉફભાઈ ગઢકાઈ…

જામનગર,
પ્રવાસી પ્રતિનિધિ

હાલમાં કોરોનાના કહેરને લઈને સમગ્ર વિશ્વ હેરાન પરેશાન થઈ રહ્યું છે, તેમજ કોરોનાના અજગરી ભરડાએ સમસ્ત દુનિયાના ખૂણે ખૂણામાં આતંક મચાવી દીધો છે આવા કપરા સમયમાં who એ કોરોના વસરસને વૈશ્વિક મહામારી જાહેર કરી સામાજિક અંતર અને માસ્ક પહેરવાની તકેદારી રાખવા જણાવ્યુ છે. જેને અનુરૂપ ભારત સરકારે પણ કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવું ફરજિયાત જાહેર કરી દીધું છે અને જે કોઈ વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું ઉલંઘન કરતો જણાય છે તો તેના વિરુધ્ધમાં ગુનો દાખલ કરી કે પછી કાયદાકીય જોગવાઈ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસના પ્રકોપના કારણે આજે સમસ્ત ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધરખમ વધારો નોધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાતનાં દરેક નગર, શહેર અને ગામડાઓમાં સમાજ સેવકો સહિત રાજકીય આગેવાનો વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી લોકમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ જામનગરમાં ચર્ચાના સ્થાને રહ્યું હતું.
જામનગરમાં વોર્ડ નંબર 12 ના બીજેપી પ્રમુખ રફીકભાઈ ગઢકાઈએ જુલેખા મસ્જિદ બહાર તમામ નમાઝીઓને વિના મૂલ્યે માસ્કનુ વિતરણ કર્યું હતું અને પોતાના મિત્ર મંડળ સહિત વોર્ડ વિસ્તારમાં ઘરે ઘરે પહોંચી કોરોના જેવા માનવભક્ષી વાયરસથી કઈ રીતે બચવું અને આત્મનિર્ભર બની સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સલાહ સૂચન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here