ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન નંગ-૬૩૨ કિ. રુ.૮૯,૬૦૦/-તથા સ્વિફટ કાર સહિત ૩,૯૯,૬૦૦/- નો મુદૃામાલ પકડી પાડતી ભીલડી પોલીસ…

ભીલડી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જે.ચૌધરીનાઓને મળેલ બાતમી હકીકત આધારે મુડેઠા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ડીસા તરફથી આવતી એક શંકાસ્પદ સ્વિફટ ગાડીનો પીછો કરતાં સ્વિફટ ગાડી કાચા રોડ પર ફસાઇ જતાં સ્વિફટ ગાડી નો ચાલક ગાડી મુકી નાશી ગયેલ જેથી સદરી સ્વિફટ ગાડી નંબર GJ-01-RF-7964 માં જોતાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ- ૬૩૨, કિં.રૂા. ૮૯,૬૦૦/-તથા સ્વિફટ ગાડી નંબર GJ-01-RF-7964 ની કિ.રુ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રુ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૯૯,૬૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી નાસી ગયેલ સ્વિફટ ગાડીના ચાલક વિરૂધ્ધ ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here