શહેરા MGVCL તંત્રની પ્રિમોન્સુન કામગીરીના અભાવે વીજળી ડુલ થતા ગ્રાહકો પરેશાન

પરેશાન, નાંદરવા, ગાંગડીયા, સાજીવાવ, ખોજલવાસા, છાયણા અને મહેલાણના હજારો વીજ ગ્રાહકો પરેશાન

જીવીત વીજ વાયરો ઝાડ સાથે બાંધેલા અને રાત્રિના વીજ સમસ્યાને લઇ ભેગા થયેલા લોકો નજરે પડે છે.

ઈમરાન પઠાણ, શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પુર્વ વિસ્તારના નાંદરવા,ગાંગડીયા, સાજીવાવ,ખોજલવાસા,છાયણા અને મહેલાણ ગામોમાં રાત્રિના સમયે વારંવાર વીજળી ડુલ થતા હજારો વીજ ગ્રાહકો વીજળી ની સમસ્યાથી પરેશાન થયા છે.વીજ ગ્રાહકો ના જણાવ્યા મુજબ શહેરા કમ્પલેન સેન્ટર પર વારંવાર કમ્પલેન કરવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ ના સાત વાગ્યા પછીના સમયે વારંવાર વીજળી ડુલ થતા હોવાની ફરિયાદો શહેરા MGVCL કચેરી ખાતે કરવા છતા તંત્ર ના કોઈ માણસો ફરક્યા ન હતા.આ ગામોના રહિસો આખરે કંટાળીને રાત્રે નવ વાગ્યા ના સમયે નાંદરવા વીજ સબ સ્ટેશન ધસી આવ્યા હતા.મોટી સંખ્યામાં લોકોઅે ભેગા થઈ વીજ સમસ્યાને દુર કરવાના હેતુથી  રસ્તા પર આવી ગયા હતા.વીજળી ની સમસ્યા ના કારણે ઈલેક્ટ્રીકલ સાધનો ને પણ નુકસાન થયું હોવાની ચર્ચાઓ કરતા વીજ ગ્રાહકો અે વરસાદ ન હોવા છતા તંત્ર દ્વારા રાત્રિ ના સમયે વારંવાર વીજળી ડુલ થતા આજુબાજુના વિસ્તારોમાંથી ઝેરી જીવજંતુઅો ઘરમા ગુસી જવાના ભય વચ્ચે અને મચ્છરો ના ઉપદ્રવ ના કારણે તથા જીવના જોખમે અંધારા ઉલેચવા પડતા હોવાનું ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.નાંદરવા બેંક ની બાજુમાં કેટલાક જીવીત વીજ વાયરો વીજપોલ ની જગ્યાએ ઝાડ સાથે બાંધવામાં આવતા લોકો જીવને જોખમમાં મુકી અવરજવર કરતા હોવાનું જણાવ્યું હતું.ત્યારે MGVCL તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે અને આ ગામોના હજારો વીજ ગ્રાહકોની વીજળી ની સમસ્યા કાયમ માટે તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here