શહેરા મામલતદાર ધમેન્દ્ર પટેલ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે લાંલ આંખ, રેતી ભરેલા બે ટ્રેકટરો ઝડપ્યા…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામા આવેલી કુણ નદી ખનીજચોરો માટે જાણે આર્શિવાદ બની હોય તેમ ખનીજચોરો બેફામ રેતીચોરીને અંજામ આપી રહ્યા છે. ચોમાસામા સારો એવો વરસાદ પડવાને કારણે રેતી જોવા મળી હતી.જેના આધારે રેતીચોરો ગેરકાયદેસર ખનન કરતા હોય છે. શહેરા તાલુકાના ઉમરપુર તેમજ ખાડા સહિતનો વિસ્તાર રેતીખનન માટે જાણીતો છે. શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલને એક ખાનગી બાતમી મળી હતી કે બે ટ્રેકટર રેતી ભરી વરિયાલ ગામની કેનાલ વાળા રસ્તે શહેરા તરફ આવી રહયા છે જેમાં શહેરા મામલતદાર બાતમી ના આધારે ટ્રેકટર પકડવા માટે શહેરા થી વરીયાલ તરફ જતા કેનાલ રસ્તા પર ગયા હતા જેમા ટ્રેકટર ચાલકોએ શહેરા મામલતદાર ની ગાડી જોતા નભાગવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ શહેરા મામલતદાર દ્વારા બન્ને ટ્રેકટર ને પકડવામાં સફળતા મેળવી બન્ને ટ્રેક્ટરને શહેરા સેવા સદન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદારની કાર્યવાહીને લઈને ખનીજચોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here