હિંદુ યુવા સંગઠન દ્વારા ત્રણ દિવસથી ફૂટપાથ પર આશ્રય લેતા બીમાર વ્યક્તિને ડીસાની આશ્રય સંસ્થામાં મુકાયાં હતાં

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસાનાએક સેવાભાવી મિતેષભાઈ ઠાકોરનો ફોન આવ્યો હતો કે એક દાદા બે ત્રણ દિવસ થી એક પાર્લર નાં ઓટલા પર રહેછે જોકે હમણાં ઠંડી વધારે હોવાને કાકા હેરાન થાય છે તો વ્યવસ્થિત રહેવાની સગવડ થાય એવું કરો ત્યાંરે હિન્દુ યુવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ સોની સાથે સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક પહોંચીને બિમાર દાદાને પૂછપરછ કરી હતી. એમનું નામ આશારામ પરમાનંદ સિંધી અગાઉ છ મહિના થી વૃધ્ધાશ્રમમાં હતા પણ અમુક સંજોગોથી એમને નાં ફાવતા છોડીને બે ત્રણ દિવસથી આમ આખો દિવસ આમ તેમ ફરી રાત્રે ઓટલા પર સુઈ રહેતાં હતાં..દાદા સાથે વાત ચીત કરતા બીમાર હોય એમ લાગ્યા જેથી નજીક નાં દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા જેમની પરિસ્થિતિ એવી હતી કે જો એમને પકડી નાં રાખીએ તો પડી જાય એમ હતા એમાં મિતેશભાઈ ઠાકોર અને બીજા સેવાભાવી વ્યક્તિ મદદથી દવા લેવરાવી ડીસામાં નગરપાલિકા દ્વારા બનાવેલ સેલ્ટર હોમ જ્યાં જ્યોતિ સામજિક સેવા સંસ્થા સંચાલિત ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાનમાં મૂકીને આવ્યા હતા જ્યાં એમને રહેવા અને જમવાની ઉત્તમ સગવડ મળશે. હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની અને કાર્યકર્તાઓ દ્વારા માનવત ભરી કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here