ડીસા રીજમેંન્ત શિવ મંદિરમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સંસદીય ક્ષેત્ર કાશી કોરિડોરનો ઉદ્ઘાટનનો લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ.

આજે હિન્દુઓનું આસ્થા અને . પ્રતીક સમાન કાશી વિશ્વનાથ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંસદીય ક્ષેત્ર કાશી કોરિડોર લોકાર્પણ વડાપ્રધાન શ્રી ના હસ્તે કરવામાં આવી રહી છે આ ઐતિહાસિક દિવસને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ લોકો સુધી લાઈવ પહોંચાડવા માટે કરીને આજે ડીસા રીજેમેન્ટ શિવ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરના સાધુ સંતોને બોલાવી તેમની શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ આનંદ ના ગરબા સાથે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરોએ રામધુન અને જય અંબેના ઘોષ સાથે આજના દિવસને વધાવી લેવામાં આવ્યો હતો જ્યારે ડીસાના માન્ય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તરફથી વડાપ્રધાન તરફથી કાશી વિશ્વનાથ મંદિર અને દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણ કાર્યક્રમનો લોકોને લાઈવ બતાવવા માટે હાજર રહ્યા હતા આજના આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ મહિલા મોરચાના કાર્ય કરો યુવા મોરચાના પ્રમુખ વિજય ભાઈ વાઘેલા અને તેમની તમામ ટીમ તેમજ ડીસા શહેરની તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણ કાર્યક્રમને લાઈવ જોવાનો લહાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here