સુરત શહેરના સલાબતપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ… સલાબતપુરામાં ચાલતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલની બે ટીમના દરોડા…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ શ્રી ડી.જે.બારોટ સાહેબ તથા એ.ડી.ચાવડા સાહેબને બાતમી હકિકત મળેલ કે, “કેયુમ અજીર સૈયદ રહે – અમરોલી આવાસ, સલાબતપુરા ગલીમાં જાહેરમાં પોતાના મળતીયા માણસો બેસાડી તથા બહારથી માણસો બોલાવી આંક ફરકનો તથા વરલી મટકાનો પૈસાથી હારજીતનો જુગાર રમી/રમાડે છે”.” તે માહિતી આધારે તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, કુલ ૧૧ ઇસમોને રોકડ રૂપિયા ૩૨,૫૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૧૧ આરોપીઓ તથા વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના સલાબતપુરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ઉલ્લેખનીય છેકે ટૂંક જ સમય પહેલા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબ દ્વારા સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી વિપુલ પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here