ચૂંટણી પહેલા માલધારી સમાજ સામે સરકારે આપવું પડયું નમતું, બેઠકમાં બિલ મોફુક રાખવાનો નિર્ણય

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી માં આવેલ મોહન નગર નેસમાં માલધારી સમાજ પશુપાલન દ્વારા આજે તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ કોઈપણ પશુપાલક( માલધારી) દૂધ નું વેચાણ ન કરવો તેવું એમના ગુરુના આદેશથી બોડલી માલધારી સમાજ એમના આદેશ નૂ પાલન કર્યું હતું બોડેલીના માલધારી સમાજ દ્વારા અદાજે રોજનું પાંચથી છ હજાર લીટર દૂધ દૂધ વેચતા હોય છે પણ આજે ગુરુના આદેશથી દૂધ વેચવામાં આવ્યું નથી ગુરુનો આદેશનું પાલન કર્યું હતું માલધારી સમાજે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ માલધારી સમાજ ગૌપાલક ઉપર કાયદો પસાર કર્યો હતો તે ગુજરાત સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યું ત્યારે બોડેલીના માલધારી સમાજ યુવાન છોટાઉદેપુર જિલ્લા માલધારી પ્રમુખ મધાભાઈ વલુભાઈ ભરવાડ તેમજ બોડેલી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણછોડભાઈ વલુભાઈ ભરવાડ તેમજ લાલાભાઇ ભરવાડ લક્ષ્મણભાઈ ભરવાડ અને માલધારી સેના પ્રમુખ ગગજીભાઈ ભરવાડ તેમજ સમાજના આગેવાનો નેસમાં રહેતા માલધારી સમાજ આ કાયદો પાછો ખેંચી લેવાથી માલધારી સમાજમાં ખુશી જોવા મળી હતી ત્યારે મોહન નગર માં મયુરભાઇ પટેલ બીજેપી છોટાઉદેપુર કિશન મોરચા પ્રદેશ અને ડીડી ચુડાસમા સાહેબ પ્રદેશ ઉપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તે ઓ ગુજરાત સરકાર દ્વારા જે આ કાયદો બહાર પાડ્યું હતો અને બીલ મોફૂક રાખવાના નિર્ણયથી તેઓ પણ ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here