સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના ટેન્ટ સિટી-૨ ખાતે ત્રિ-દિવસીય ૧૦ મી ચિંતન શિબિર ની તડામાર તૈયારીઓ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

તા.૧૯થી૨૧ મે દરમ્યાન મુખ્યમંત્રી ની ઉપસ્થિતી મા યોજાશે ચિંતન શિબિર

રાજ્યના મંત્રી મંડળની સમગ્ર ટીમ અને મુખ્ય સચિવ સહિત રાજ્યના વિવિધ વિભાગોના સેક્રિટરીઓ, કલેક્ટરો, ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ત્રણ દિવસ સમૂહ ચિંતન કરશે અને વિવિધ વિષયો પર ગૃપ ડિસ્કશન કરી પ્રજા કલ્યાણના નિષ્કર્ષના તારણો પર મનોમંથન કરશે

જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધી, SOU ના CEO ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત લાયઝન અને વિવિધ સમિતિના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું

સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજય ખરાડીની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી ટેન્ટસીટી-૨ ખાતે સ્થળ નિરિક્ષણ કરી રહેવા-જમવાની વ્યવસ્થાનો તાગ મેળવ્યો

સરદાર સાહેબ બી પ્રતિમા ના સાનિધ્યમાં ગુજરાતના વિકાસ અને લોક કલ્યાણ અંગે સમૂહ ચિંતન કરવામાં આવશે : અંદાજે ૨૩0 જેટલા IAS ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે

રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના વિકાસને વધુ વેગવાન અને પ્રજા કલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા માન. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓ તથા મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના આઈ.એ.એસ. અધિકારીઓ દ્વારા ત્રિ-દિવસીય સમૂહ ચિંતન કરવામાં આવે છે. ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતને બનાવવાની કવાયત આ ચિંતન શિબિરમાં કરવામાં આવે છે.
આ વર્ષે નર્મદા જિલ્લાના કેવડિયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાજ્યની ૧૦ મી ચિંતન શિબિર આગામી તારીખ ૧૯-૨૦-૨૧ મી ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. આ ત્રિ-દિવસીય શિબિરનો પ્રારંભ પ્રથમ દિવસે બપોર બાદ કરવામાં આવશે. અને બીજા દિવસે સવારે યોગ થકી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ પાંચ ગૃપો દ્વારા શિક્ષણ, જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે જન કલ્યાણ અને વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે જે તે ગૃપ પોતાના તારણો પ્રસ્તુત કરશે.
રાજ્યના સિનિયર-જુનિયર ઉચ્ચ અધિકારીઓ, જીએસઆરટીસીની ૮ (આઠ) વોલ્વો બસો મારફત રાજ્યના વિવિધ જિલ્લાના સ્થળોએથી મુસાફરી કરી કુલ ૨૩૦ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓ આ શિબિરમાં ભાગ લેવા આવી પહોંચશે. અલગ-અલગ ૪૪ જેટલા અધિકારીઓ રાઉન્ડ ટેબલ પર ગૃપ ડિશકશન કરશે. અને રાત્રી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્મદા આરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, રિવર રાફ્ટિંગ તેમજ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. એક દિવસમાં ૭ જેટલી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. અને પ્રોજેક્ટર પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગેસ્ટ લેક્ચર દ્વારા જે તે વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ શિબિરના આયોજન પૂર્વે જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધી, SOUના CEO ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ડીડીઓ અંકિત પન્નુ અને લાયઝન તેમજ વિવિધ સમિતિના અધિકારીઓ દ્વારા ટેન્ટસીટી-૨ ખાતે ઉપસ્થિત રહી સમૂહમાં સ્થળ વિઝિટ કરી આયોજન અને અમલવારીનું નિરિક્ષણ કર્યુ હતું.
તા.૧૬ mi ના ના રોજ કેવડીયા વી.વી.આઈ.પી. સરકીટ હાઉસ ખાતે સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજયભાઈ ખરાડીની અધ્યક્ષતામાં ચિંતન શિબિરના આયોજન અંગે બનાવેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાનની પ્રવૃતિઓની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં રહેવા-જમવા, પાર્કિંગ, લાઈટ, ચા-પાણી-નાસ્તો અને લાયઝનીંગ વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.ડી.ભટ્ટ, એડિશનલ કલેક્ટર ગોપાલ બાંભણીયા, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, SoUADTGAના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here